દુર્ગેશ ઉપાધ્યાય ~ તને ચાહું છું

*ચાહવું એટલે…*

તને ચાહું છું એટલે હું
ઓગળતો રહ્યો છું સતત
બરફની જેમ
,
પણ ચાહવાના અર્થને
પામી શક્યો નથી.

કદાચ, તને ચાહવું એટલે…
ધોધમાર વરસાદમાં
કોરાકટ્ટ રહી જવાની
ઘટના હશે…!  

તને ચાહવું એટલે…
વૃક્ષ થઈને ફળ્યા વગર રહી જવાની
ઘટના હશે…!   
કે પછી

તને ચાહવું એટલે
ભર વસંતે
પાનખરનો અભિશાપ હશે…!!!
તને હું પૂછી શકું..…
કે તને ચાહવું એટલે?!

~ દુર્ગેશ ઉપાધ્યાય (25.7.1954)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *