🍀
*દોસ્ત*
દોસ્ત ! દરિયો હાંફશે જો નાવમાં,
રણ સમું આવી જશે વર્તાવમાં.
સાવ ખોટી તેં ખબર પૂછી, થયું
તું ય ભભરાવીશ મીઠું ઘાવમાં
આવ સામોસામ થઇ જઇએ હવે
જીવવું શું આમ નાહક હાઉમાં
દ્રોપદીના સમ હવે સાચું કહું ?
શ્વાસ પણ હારી ગયો છું દાવમાં.
ઊંઘવા દે તું ‘સહજ’ થઇને મને
વ્યર્થ મારા સ્વપ્નમાં તું આવ મા
~ વિપુલ પંડ્યા ‘સહજ‘
