સંધ્યા ભટ્ટ ~ એકધારા કામથી

અકળાય છે

એકધારા કામથી અકળાય છે,
એટલે આ મોસમો બદલાય છે.

કેવું સુંદર છળ રચે છે સૂર્ય પણ,
સૌની સામે રોજ ડૂબી જાય છે !

કોણ કહે, પાષાણને ભાષા નથી ?
પથ્થરોમાંથી તો મૂર્તિ થાય છે !

જયારે કોઈ પંખીનો માળો તૂટે,
વૃક્ષ પણ સાથે જ ત્યાં વીંધાય છે.

વન અને વનવાસીને જોયા પછી,
દેહ ને આત્મા વિશે સમજાય છે.

~ સંધ્યા ભટ્ટ

પંખીનો માળો તૂટવા સાથે વૃક્ષ પણ વીંધાય છે… સચોટ વાત

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *