ડો.પુરુષોત્તમ મેવાડા સાજ ~ઈચ્છા બધીય

બિન્ધાસ્ત થઇ ગયો છું

ઈચ્છા બધીય છોડી, બિન્ધાસ્ત થઇ ગયો છું,
બંધન જગતના તોડી બિન્ધાસ્ત થઇ ગયો છું.

ગણકારતો નથી હું આઘાત જીવતરના ,
હાલત ભલે કફોડી, બિન્ધાસ્ત થઇ ગયો છું.

મઝધારમાંય ઊંડે તરતાં ફરી શકું છું,
ડૂબે ભલેને હોડી, બિન્ધાસ્ત થઇ ગયો છું.

આપે નહીં વધારે, આપે નહીં એ ઓછું,
માફક મળી પિછોડી, બિન્ધાસ્ત થઇ ગયો છું.

ખર્ચી બધીય મૂડી, વહોરી લીધી ફકીરી,
બાકી બચી છે કોડી, બિન્ધાસ્ત થઇ ગયો છું.

જા, થાય તે કરીલે, ઈશ્વર તને કહું છું,
હસ્તી રહી છે થોડી, બિન્ધાસ્ત થઇ ગયો છું.

આ ‘સાજ’ તો રણકશે, ડરતો નથી કશાથી,
કરતાલ ઝાંઝ જોડી, બિન્ધાસ્ત થઇ ગયો છું.

~ ‘સાજ’ મેવાડા

ઉપરની ગઝલના સંદર્ભમાં જોઈએ તો જ્યારે સમજણ જાગે ત્યારે એમ થાય કે અત્યાર સુધી ‘લોકો શું કહેશે!’ ‘લોગ ક્યાં કહેંગે’ એવું વિચારવામાં દસકા ને દસકાઓ કાઢ્યા. આખરે મળ્યું શું? લોક તો એના એ જ છે. એની ટીકા પણ…. એના કરતાં સારું છે બિન્દાસ્ત થઈ જવાનું!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *