જયેન્દ્ર શેખડીવાળા ~આ રક્તના નગરની

મને લખો

આ રક્તના નગરની ભીંત પર મને લખો
હું થઈ ગયો કવિતા, મને ક્યાંય પણ લખો

હું સૂર્યનું સુવાસમાં પલટાતું તેજ છું
આ ફૂલ શી ત્વચા પર તુષારથી લખો

મારા પ્રકાશમાંથી હવે જે ન સંભવે
એવો પ્રવાસ રાતના ઉજાસ પર લખો

એના વિચારને હું મળ્યો છું ક્ષિતિજ પર
મારા ચરણનું નામ દિશાઓમાં જઈ લખો.

~ જયેન્દ્ર શેખડીવાળા  

કેટલીક કવિતાઓ સ્તબ્ધ કરી દે એવી હોય છે, એમાંની આ એક

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *