ગઝલ
કોણે મને ખરાબ કર્યો પૂછતાં હતા,
એને કહું હું કેમ? “તમારુંય નામ છે!”
થીજી જતાં જો આવડે એમાં નિવાસ કર,
આંસુમાં કોતરેલું કવિતાનું ગામ છે!
ગોકુળથી કાંઈ ઓછું નથી લીલું ઝાડવું,
પંખી કરે છે ટહુકા એ રાધા ને શ્યામ છે!
‘અલ્પેશ’ જાતરાએ જવાની જરૂર શું,
મા-બાપનાં ચરણમાં અહીં ચાર-ધામ છે! ~
~ ડૉ. અલ્પેશ કળસરિયા
ત્રીજો શેર બહુ ગમ્યો અને પાંચમા શેર વગર ચાલત.
