ચંદ્રેશ મકવાણા ~ સપનામાં ધાર્યું ‘તું

ચાંદાના ગામ પર ~ ચંદ્રેશ મકવાણા

સપનામાં ધાર્યું ‘તું જે એવા મુકામ પર
પહોંચી ગયા અમે લ્યો ચાંદાના ગામ પર

જેણે વધાર્યું ગૌરવ મા ભોમનું જગે
ગૌરવ છે અમને એવા પ્રત્યેક નામ પર

ચૂલે અદબથી આજે મૂકી છે લાપસી
મેલીને ચોકડી મેં સૌ ગમતા કામ પર

વિજ્ઞાનમાંય અમને શ્રદ્ધા છે એટલી
છે જેટલી અમોને ક્હાનાને રામ પર

મારી છે મહોર આજે જેઓએ કાયમી
ઇતિહાસ કામ કરશે એ સૌના કામ પર

~ ચંદ્રેશ મકવાણા 23.8.2023

કાવ્ય આટલું તાત્કાલિક લખી આપવા બદલ આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *