ચંદ્રયાન ~ પરબતકુમાર નાયી
લાખો જોજનવા ખેડી બ્રહ્માંડ
આજ મોંઘેરો ઊતર્યો મહેમાન.
ચાંદામામા એને હૈયામાં સંઘરજો
ઝાઝેરું રાખજો ધ્યાન.
ભારતમાતાના લઈને આશીર્વાદ
વિજયનાં બાણ ભર્યાં ભાથે
વિક્રમ નોંધાવવા મક્કમ નિર્ધાર કરી
વિક્રમ ખુદ મોકલ્યો છે સાથે.
ચંદ્રની ધરતી પર પ્રાણપ્યારો તિરંગો
બોલો સૌ: ‘જય જય વિજ્ઞાન’
ગ્રહણની પોટલીમાં પૂનમ, અમાસ કેમ?
શું છે આ નાનકડી બીજ?
દુનિયાને દેખાશે ઈસરોની આંખોથી
મામાના ઘરની સૌ ચીજ
વણઉકેલ્યાં રહસ્યો પળમાં ઉકેલવા
સાચવીને જોડ્યું સંધાન.
~ પરબતકુમાર નાયી 23.8.2023
કાવ્ય આટલું તાત્કાલિક લખી આપવા બદલ મિત્ર, સલામ.
