ચિનુ મોદી ~ આવ અથવા

તું

આવ અથવા મને બોલાવ તું
શ્વાસને અટકાવ કે દોડાવ તું

ક્યાં સુધી ઉંબર ઉપર ઊભો રહું ?
કાઢ પાછો કાઢ કે પોંખાવ તું

મૂળથી તે ટોચ લગ આખાય તે
આ સડેલા વૃક્ષને ટચકાવ તું

કેમ દરિયાને ખસેડ્યે જાય છે ?
આ નદીને આમ ના મૂંઝાવ તું

આપના ઇર્શાદની એક જ અરજ
 આ હવાની ભીંતને કોચાવ તું…

~ ચિનુ મોદી

પૂણ્યતિથિએ કવિને સ્મરણવંદના

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *