અબ્દુલકરીમ શેખ ~ લાશોને ચાલતી લહું

લાશોને ચાલતી લહું શહેરો મહીં કદી,
કબરોમાં શમે એ જ ફક્ત કંઈ મરણ નથી !

આવીને કોઈ બેસતું વેરાનમાં એકલ,
હું જોઉં તેની સાથમાં વેરાન પણ નથી !

એવીય હશે વાત જે સમજાય ના કદી,
એવી અગમ્ય વાત છતાં એક પણ નથી.

ટીપુંય આભથી હવે પડશે નહીં ‘કરીમ’,
શબ્દોના સૂર્યમાં હવે એકે કિરણ નથી !

~ અબ્દુલકરીમ શેખ 15.6.1935

અંગ્રેજીના  નિવૃત્ત પ્રોફેસર.એચ.કે.આર્ટસ કૉલેજ. ‘તમારી વસ્તુ’ કાવ્યસંગ્રહના કવિ, વાર્તાકાર. વિદ્યાર્થી પ્રિય અધ્યાપક. કોવિડનો ભોગ બન્યા.

***

શબ્દો છે બેશુમાર, ગઝલ એક પણ નથી,
વરસ્યો’તો ધોધમાર, ફસલ એક કણ નથી !

પેલું કબૂતરુંય હવે તો ન આવતું,
સાચે જ આ ચબૂતરે રોવાય ચણ નથી !

રણ તો હવે ગલી ગલી મહીં ઘૂસી ગયું,
ગોરજ ઊડે છતાંય અહીં કોઈ ધણ નથી !

~  અબ્દુલકરીમ શેખ 15.6.1935

@@

3 thoughts on “અબ્દુલકરીમ શેખ ~ લાશોને ચાલતી લહું”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *