
☘️☘️
આજે ગુરૂવાર ન્હોતો
આજે “MayDay” હતો….
આજે માત્ર ATCનો એ ફ્લાઇટ
સાથેનો સંપર્ક ન્હોતો તૂટ્યો
આપણાં સૌનો સંપર્ક તૂટી ગયો હતો
ઇશ્વર સાથે…
અઘરું છે જ
ભડથું થઇ ગયેલા શરીર તરફ આંગળી ચીંધી
‘આ અમારા છે’ એવું કહેવાનું….
DNAનાં સેમ્પલ તો લઇ લીધા
પણ એમનો ચહેરો છેલ્લીવાર જોવાની
ઇચ્છાઓનાં સેમ્પલનું શું?
એનાં સેમ્પલ કોણ લેશે?
ડાઇનિંગ ટેબલ પર થાળીને
પવાલું લઇને બેઠેલા એ છોકરાઓને
પણ ક્યાં ખબર હતી કે-
‘આજે તો મોત ખુદ સામે ચાલીને
એમને જમવા આવવાનું હતું!’
કોલેજની મેસ પાસેથી
મળેલા કાટમાળ વચ્ચે
તમે હવે શું શોધશો?
એ બધા તો ઊડી ગયા ઉપર
ધુમાડાની આંગળી પકડી
~ એષા દાદાવાળા

અત્યંત વ્યથિત થઈ જવાય એવું કાવ્ય
વેદના, સંવેદનાની અભિવ્યક્તિ કાવ્યોમાં થયા કરશે, પણ કદી ભૂલાશે નહીં.
એષા દાદાવાળા નું સંવેદનશીલ કાવ્ય. .. અત્યંત હૃદય દ્રાવક ઘટના.