પરેશ સોલંકી ~ ફરી પાંખોને

☘️☘️

ફરી પાંખોને ફફડાવી, અમે ઉડ્યા,
સફર અશ્રુને સમજાવી, અમે ઉડ્યા.

અમે તો રાખ પળમાં થઈ ગયા નખશિખ,
સજન, અંજળને ઉલટાવી, અમે ઉડ્યા.

તમોને  આવજો  જલ્દી  મળીશું  કહી,
અગમની જ્યોત પ્રગટાવી, અમે ઉડ્યા.

~ ડો.પરેશ સોલંકી

4 thoughts on “પરેશ સોલંકી ~ ફરી પાંખોને”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *