
☘️☘️
ખાલીખમ મજલીસ,
અરે! ખાબકી ઓચિંતી કોની ધસમસતી રીસ?
કલરવ જેવું કરી ધુમાડો થઈ ગઈ સહુની વાત,
ધબકારાથી કરી વેગળી સહુએ ઊડતી જાત;
પાંખો ઉપર પડી આકરી અકળ આભની ભીંસ…
પીરસી દીધા પતરામાં ભડભડ શેકેલા શ્વાસ,
ડૂસકે ડૂસકે તરતી મૂકી સન્નાટાની લાશ;
ગગનગોખમાં સાગમટે સળગાવી સહુએ ચીસ…
~ વિનોદ જોશી

કાવ્ય ખૂબ જ અધ્યાહાર રીતે વિમાન દુર્ઘટનાને તાદ્રશ્ય કરે છે. ખૂબ સરસ.
કાળનો કોરડો વીંઝાયો એની કરૂણાંતિકા નું કાવ્ય..
આઘાતજનક ઘટના અને વેદનાની અસર મૂકી જતી અભિવ્યક્તિ..