
☘️☘️
*સવાલ*
એની આંખોએ સપનાં પહેર્યાં ‘તાં
એની આંખોએ જ્વાળા ઓઢી ‘તી
એની ક્ષિતિજે ગુલાબ ઊગ્યાં ‘તાં
એની ક્ષિતિજે ઓળા પૂગ્યા ‘તા
એનાં સૂર્યકિરણો પીળાં પીળાં હતાં
એનાં સૂર્યકિરણો લાલ કાળાં થયાં ‘તાં
એની સવાર ખળખળ રમતી ગાતી ‘તી
એની જ સવાર બિહામણી થઈ ગઈ ‘તી
એ વૃક્ષનાં આયખાનાં સેંકડો વરસો હતાં
પણ સેકન્ડોમાં આગમાં હોમાયા ‘તાં
એમાં એ હતો, એ હતી, એ હતું
એમાં હું નહોતી, હું નહોતો, એવું છે
એમાં કોઈ મારું નહોતું, એવું ક્યાં છે ?
~ લતા હિરાણી

વાહ, છેલ્લી પંક્તિઓ ખૂબ જ માર્મિક.
વ્યથાની કથા કરતું કાવ્ય.