દિલેરબાબુ ~ લઈ શોધ મારી

☘️☘️

લઈ શોધ મારી જ્યારે જગત નીકળ્યું હશે,
તારી ગલીમાં મારું પગેરું મળ્યું હશે.

સંબંધનાં પતંગિયાં સાથે ઊડે નહીં,
કૈં કેટલાય જન્મનું સપનું ફળ્યું હશે.

તારી ને મારી દંતકથા સાંભળ્યા પછી,
માણસપણાંનું ભાન અહીં ખળભળ્યું હશે.

પગલાં અહીં મૂકીને સર્યાં દૂર આપણે,
પગલાંની ફરતે લોક ટોળે વળ્યું હશે.

તારી જ ઓળખાણ હવે આપવી રહી,
મારા વિશે ઘણાંએ ઘણું સાંભળ્યું હશે.

ડૂબી ગયું છે આખું નગર રોશની મહીં,
તારાં સ્મરણનું મીણ અહીં ઓગળ્યું હશે.

~ દિલેરબાબુ (14.6.1946)

4 thoughts on “દિલેરબાબુ ~ લઈ શોધ મારી”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *