ચિનુ મોદી ~ હું રાજી રાજી * Chinu Modi 

હું રાજી રાજી ~ ચિનુ મોદી

હું રાજી રાજી થઇ ગયો છું જોઈ જોઈને
સપનાંઓ તારા આવી ગયા ન્હાઇ ધોઇને

એમ જ નથી આવ્યું આ ગગન મારા ભાગમાં
ખાલીપો હું ય પામ્યો છું મારાઓ ખોઇને

એવું તો કોણ છે નિકટ કે ક્રોધ હું કરું
આંખોને લાલઘુમ હું રાખું છું રોઇને

અમને જીવાડવા તો એ રાજીને રેડ છે
તારા વગર શું હોઇ શકું હોઇ હોઇને

ઇર્શાદ એવું કોઇ છે જેને તમે કહો:
તને મળ્યા પછી ન મળાયું જ કોઇને.

ચિનુ મોદી

OP 30.9.22

***

Varij Luhar

01-10-2022

‘આપણી વચ્ચે ‘ અને ‘ હું રાજી રાજી ‘ બન્ને ગઝલો ખૂબ સરસ

સાજ મેવાડા

30-09-2022

સ્મૃતિ વંદન

ઉમેશ જોષી

30-09-2022

ખૂબ સરસ ગઝલ છે.

સ્મરણ વંદના.

છબીલભાઈ ત્રિવેદી

30-09-2022

આજે ચિનુમોદી નો જન્મદિવસ ખુબ સરસ રચના બધાજ શેર માણવા લાયક આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: