ચિનુ મોદી ~ આપણી વચ્ચે * Chinu Modi 

આપણી વચ્ચે ~ ચિનુ મોદી  

આપણી વચ્ચે અબાધિત કાળનાં પોલાણ છે
આપને પણ જાણ છે ને હા, મને પણ જાણ છે.

છિન્ન પડઘાઓ થઈને મૌનમાં ઢળતાં પ્રથમ
આપણી વાણીનું પ્હાડોમાં જરી રોકાણ છે.

દૂર સાથે ચાલીને પાછો વળું છું એકલો
આપણી વાટે ગરમ વંટોળનાં મંડાણ છે.

ધૂળની ડમરી થઇ પગલાં બધાં ઊડી ગયાં
આપણી વીતી ક્ષણોનું આ નવું પરિમાણ છે.

હું સમયથી પર થવાનાં યત્ન પણ કરતો નથી
આપણે માથે હજી ભીના સમયની આણ છે.

ચિનુ મોદી

સમયની આણ સૌએ સ્વીકારવી જ પડે છે.

OP 30.9.22

***

Ingit modi

30-09-2022

વાહ….આભાર….

darshak acharya

30-09-2022

સરસ ગઝલ

સાજ મેવાડા

30-09-2022

સ્મૃતિ વંદન

છબીલભાઈ ત્રિવેદી

30-09-2022

સમય ની આણ સૌને સ્વીકારવી જ પડે છે ખુબ સાચી વાત આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: