રમેશ શાહ ~ એક તો વિચાર
🥀🥀
એક તો વિચાર એ નિબંધ છે, શંકા નથી;
માનવીને માનવીની ગંધ છે, શંકા નથી.
ડાળીઓ ને પાન વચ્ચે જે સતત જળવાય છે,
સાચવી લો, એ જ તો સંબંધ છે, શંકા નથી.
દિલ, દીવાલો, પહાડ, રસ્તા—બસ, તિરાડો છે બધે,
કંઈ નથી એવું કે જે અકબંધ છે, શંકા નથી.
ના મળ્યા ઘરમાં તમે તો રંજ એનો શો ભલા?
અહીં મળ્યા એ પણ ઋણાનુબંધ છે, શંકા નથી.
~ રમેશ શાહ (10.6.1937)
ખુબ સરસ ખુબ ગમી
ખૂબ જ સરસ ગઝલ, છેલ્લો શેર
સ-રસ ગઝલ
ઋણાનુબંધની વાત સરસ કરી. સરસ રચના.અભિનંદન.
ના મળ્યા ઘરમાં તમે તો રંજ એનો શો ભલા?
અહીં મળ્યા એ પણ ઋણાનુબંધ છે, શંકા નથી. saras.