ગણપત પરમાર ~ નરી ઝંખનાથી

🥀🥀

નરી ઝંખનાથી સભર આ નગર છે
રહો છો તમે તે જગા કાચઘર છે

મહોબત કરી લો તમે આજ મનથી
અહીં કોઈને કાલની ક્યાં ખબર છે

નહીંતર મહેકે નહીં આ હથેળી
મળેલા નવા સ્પર્શની આ અસર છે

પ્રસંગો નવા છે અનુભવ નવા છે
થશે રાહમાં શું
? અજાણી સફર છે

નથી કોઈ કારણ હવે દૂરતાનું
વિહગ પાંખશી વિસ્તરેલી નજર છે.

~ ગણપત પરમાર (9.6.1934 )

1 Response

  1. સરસ ગઝલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: