
🌸
*તડકો*
સવાર
હળવેકથી
લઈ આવી એને
અજવાળાની આછી લહેરે
ભાગી છૂટયું અંધારું
ટહુકાઓએ ટોળે વળી
ચસચસ પીધું
સન્નાટાનું સરવર
શેરીએ આંખો ફાડી
ફળિયું મહોર્યું
ને ડેલી ઊઘડી ફટાક
ઘડીકમાં તો
રેલમછેલ તડકો
વંડી ઠેકતો બહાર …
~ લતા હિરાણી (બુદ્ધિપ્રકાશ 5-2025)
તડકાની સાથે અન્ય પ્રકૃતિ તત્વોનું સરસ નિરૂપણ. અભિનંદન.
વાહ તડકાનું મનોરમ્ય ચિત્ર આંખો સામે ખડું થ ઈ જાય છે.ઓછા઼ શબ્દોમાં તડકાનું વિરાટ સામ્રાજ્ય પણ સહજ કલ્પી શકાય છે.સરસ મજાનો કાવ્ય તડકો !
વાહ તડકો. અભિનંદન
અજવાળાની આછી લહેરે
ભાગી છૂટયું…
અંધારું વંડી ઠેકતો…સુંદર દ્રશ્ય સાકાર કર્યું.
સરયૂ પરીખ.
આભાર સરયૂબહેન, મેવાડાજી, પ્રફુલ્લભાઈ, મીનળબહેન, છબીલભાઈ અને ‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રો.
સરસ
આભાર નીતાબેન
તડકા નું ગમતીલું સજીવારોપણ …વાહ..
મસ્ત કાવ્ય