કવિધર્મ – રેનિયર મારિયા રિલ્કે  

મારા સંબંધીઓ માને છે કે કળા, માણસે એ સરકારી નોકરી વગેરેમાંથી પરવારે પછી ફુરસદની પળોમાં આનુષંગિક રીતે ખીલવવાની વસ્તુ છે. મારે માટે આ વિધાન ચિંતાજનક છે. આ અંગે પહેલેથી જ હું વિરોધી રહ્યો છું. એ સાચું છે એવું મને દિનપ્રતિદિન સ્પષ્ટ થતું જાય છે. મારી સમજ પ્રમાણે કલાને સર્વ આકાંક્ષાઓ અને મૂલ્યો સહિત પોતાની જાત પૂર્ણપણે સમર્પિત કરતો નથી તે કદી સર્વોચ્ચ લક્ષ્યને વરી શકતો નથી. એ કોઈપણ હિસાબે કલાકાર જ નથી.

હું કબુલ કરું છું કે કલાકાર બનવા માટે હું શક્તિની બાબતમાં નિર્બળતા અને હિંમતની બાબતમાં અસ્થિરતા અનુભવ છું. પરંતુ ઉજ્જવળ લક્ષ્ય માટે જાગ્રત છું; એટલું જ નહીં પણ મારા માટે પ્રત્યેક સર્જનાત્મક પ્રવૃત્તિ ગંભીર સ્તુત્ય અને સચ્ચાઈયુક્ત છે તેથી એ કંઈ પૂર્વધારણા બની જતી નથી. હું કલાને શહાદત તરીકે સન્માનતો નથી, કલા એક યુદ્ધ છે માટે એને સન્માનું છું. એને પસંદ કરનારે પોતાની જાત સામે પરિસ્થિતિ સામે ઝઝૂમવાનું છે. એમાં સર્વોચ્ચ લક્ષ્ય માટે, અને એક ધન્ય દિવસનો ઉત્સવ માણવા પવિત્ર હૃદય આગળ વધવાનું હોય છે. અને અંતે પ્રાપ્ત કરેલું સમૃદ્ધ સમાધાન અનુગામીઓને ખોબલે ખોબલે ધરી દેવાનું હોય છે. પરંતુ એને માટે ‘સમગ્ર માનવ’ ની જરૂર છે, કંટાળાજનક કામ પછીના ફુરસદના થોડા કલાકોથી નહીં ચાલે.

From The Modern Tradition P.172

અનુ. પ્રશિષ્ટ કૃતિ અને બીજા..‘ – દક્ષા વ્યાસ

@@@

4 Responses

  1. Minal Oza says:

    કલા વિષેની સ્પષ્ટ સમજ ધરાવતો લેખ સરસ છે.

  2. સત્ય, ‘કલમને ખોળે માથું મૂકનાર’ જ સાચો‌ સાહિત્યકાર થઈ શકે.

  3. વાહ ખુબ સરસ લેખ ખૂબ ખૂબ અભિનંદન

  4. Pragna vashi says:

    સરસ લેખ , ખૂબ ખૂબ અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: