
🥀🥀
*મૃત્યુ* (લઘુકાવ્યો)
મોભ પર
બેઠું બેઠું
સાદ કરે છે
સાંભળે કોણ?
@@
ટહુકા વેરી
નજીક બોલાવતું
ચતુર પંખી!
@@
નાવ
તર્યા કરતી
મધદરિયે
કિનારે
રાહ જોવાતી.
@@
ઊંઘવા મથું ને હાકોટા પાડે
બધિર કાનમાં
જાગીને જોઉં તો
ક્યાંય દીસતું નથી
જગત!
@@
હું આવીશ તો ખરો
પણ
મારી સાથે કોણ આવશે?
હું આવીશ
આ કોણ બોલ્યું?
@@
નિરાંતે ઊંઘી શકાતું નથી
છાતી પર ચડી
ધમ ધમ પછાડે છે પગ
થર થર ધ્રુજે છે દેહ
ઝીણું ઝીણું સંભળાય છે
બોલ,ક્યારે આવું?
@@
એક યમ
બે દૂત
ગણ્યા ગાંઠ્યા
ડાઘુ
ને……
~ ગુરુદેવ પ્રજાપતિ
મૃત્યુ એક રહસ્યમય ગૂંચ. આમ જુઓ તો ભગવદગીતામાં શ્રીકૃષ્ણે એને ઉકેલી આપી છે. અનેક ઋષિમુનિ સંતોએ એને પ્રમાણી છે પરંતુ સામાન્ય માણસ માટે એ કોયડો જ છે, હજી સુધી…. અને કદાચ એ હંમેશા કોયડો જ રહેશે.
કવિઓ એની રોચક કલ્પનાઓ વેર્યા કરશે આ વિષય પર.

હાઇકુ દ્રશ્યાત્મક છે.. સરસ..
ખૂબ સરસ લઘુકાવ્યો. ઓછો ખેડાતો વિષય. કલ્પના જ, પણ સચોટ, જાગૃત કરે તેવી.
લઘુ કાવ્યો સરસ છે.
સરસ મૃત્યુ વિશે અભિવ્યક્તિ
સુંદર લઘુકાવ્યો
સરસ લઘુકાવ્યો
વાહ સુંદર રચનાઓ . ગુઢાર્થ અને ચિંતનપ્રેરક .હાર્દિક અભિનંદન
વાહ સુંદર રચનાઓ . ગુઢાર્થ અને ચિંતનપ્રેરક .હાર્દિક અભિનંદન
લઘુકાવ્યો ખુબ સરસ,,,