☘️☘️
સૂર્ય
થાકી ગયો મધ્યાહ્નનો સૂરજ
તેજની ડંફાસના બોજાથકી;
જૂઈની કળીને ખભે
ટેકવી માથું શિશુ શો ઢળી પડ્યો !
~ સુરેશ જોષી
ચંદ્ર
અવાવરુ વાવતણે ઊંડાણે
આ લીલની ઝૂલભરેલ શાન્તિ;
એ ઓઢી પોઢ્યો શિશુ શો અહીં શશી
સ્વપ્નો ગૂંથેં રેશમી ભાત રે કશી !
~ સુરેશ જોષી
(30.5.1921 –6.9.1986)

વાહ…. વાહ.
ઉત્તમ કાવ્યો
ખૂબ સરસ કલ્પના ભર્યાં લઘુકાવ્યો.
સુંદર રચનાઓ
વાહ, સ્મૃતિ વંદન
સરસ 👌