🥀🥀
ચંદ્ર ઊગ્યો આકાશ સાજન ચંદ્ર ઊગ્યો આકાશ
ડોલે કુમુદિની શાંત યામિની
અમી વરસે ચોપાસ સાજન
ચંદ્ર ઊગ્યો આકાશ, જુઓને ચંદ્ર ઊગ્યો આકાશ
શશિવદની મુજ પાસ
ભલેને ચંદ્ર ઊગ્યો આકાશ
મધુર રાગિણી ગાતી કામિની
અમી વરસે ચોપાસ તેથી અમી વરસે ચોપાસ
નથી નથી ચંદ્ર ઊગ્યો આકાશ
રોષભર્યા તુજ રાતા નયનો ફેરવને આ પાસ
માનિની ચંદ્ર ભલે આકાશ
સાજન ચંદ્ર ઊગ્યો આકાશ
અમી વરસે ચોપાસ, ચંદ્ર ઊગ્યો આકાશ
નેહભીના નિર્મળ જ્યાં દિલ ત્યાં
ચંદ્ર સદા આકાશ આજે ચંદ્ર ઊગ્યો આકાશ
અમી વરસે ચોપાસ આજે ચંદ્ર ઊગ્યો આકાશ
~ ધીરૂબહેન પટેલ (29.5.1926 – 10.3.1923)
પ્રિય ધીરુબહેનને સ્નેહભરી સ્મૃતિવંદના
ગીત ~ ધીરુબહેન પટેલ * સ્વર આશા ભોંસલે અને યસુદાસ

વાહ, મસ્ત રોમાન્ટીક ગીત, અને સરસ સ્વરાંકન ગાયન.
વાહ!