🥀🥀
*એક ચૂમી*
મત્ત પાગલ મેહુલા જેવું ઝૂમી
બસ એક ચૂમી મેં લીધી;
શી સ્વર્ગની જ સુધા પીધી!
એકેક જેનું બિન્દુ નહીં,
એ બિન્દુ નહીં,
પણ ઘોર વડવાનલ જલ્યો સિન્ધુ!
વળી તો એ જ બિન્દુ
પૂર્ણિમાની ચંદની ચંદન સમી વરસાવતો ઇન્દુ!
અહો, બસ એક પણ એ એક તે કેવી ચૂમી
કે આગની ને રાગની જ્યાં એક થૈ જાતી ભૂમિ!
~ નિરંજન ભગત
કવિની જન્મશતાબ્દી ઉજવાઈ રહી છે એ નિમિત્તે આપણે કવિની રચનાઓ માણતા રહીશું.

કાવ્ય ગમ્યું, એક એવી ચૂમી ની વાત કરી છે, જે અનોખી છે.
લતાબેન,આ રીતે આપણા ઉત્તમ કવિઓને પ્રસ્તુત કરી તમે કાવ્યાનંદ અનુભવ આપો છો. આભાર.
આભાર હરીશભાઈ.