મનોજ્ઞા દેસાઈ ~ મ્હારી માની કુમળી કલીક

🥀🥀

*એક ગર્ભસ્થ બાલિકાની ઉકિત!*

મ્હારી માની કુમળી ક્લિક બાલિકા હું સુહાતી
ક્યારે ભેટું સુરભી ઝરતી માતની દિવ્ય છાતી.
ને ક્યારે હું મઘમઘી રહું સૌરભે પિતૃપ્રેમે
એવી હુંય મલકી ઊઠતી પૂંછતા માતૃક્ષેમે

ધીરે ધીરે બની પણ જશે પૂર્ણ આ અંગ મ્હારાં
સ્નેહાશ્રુથી છલકી ઊઠશે હેતના એ કિનારા,
સૌએ ક્હેશે અવતરી અહીં ‘લક્ષ્મી’ તો ‘ના’ કહી ને
માડી જોશે અવતરી રહ્યું સોણલું દેહ લૈને.

રૂપાકારો હજુ ધરી રહ્યા ઓષ્ઠ ન્હાના સુચારુ
વેરન્તા એ અનુભવી રહ્યા ધન્યતા હાસ ન્યારું
વચ્ચે વચ્ચે અધીર બનતી ને ફરી ધીર ધારું,
થાશે મહારાં કઈ કઈ રીતે સ્વાગતો હું વિચારું

ત્યાં તો આવ્યાં ધ્વનિકિરણ ને લઈ ગયા કૈંક વાતો
જાણે મ્હારો તૂટી તૂટી રહ્યો માતની સંગ નાતો

~ મનોજ્ઞા દેસાઈ

2 thoughts on “મનોજ્ઞા દેસાઈ ~ મ્હારી માની કુમળી કલીક”

  1. કવયિત્રી મનોજ્ઞા જીનું આ સોનેટ, અવતરવાની વાટ જોતી દિકરીને સોનોગ્રાફી કરીને પછી જે થવાનું છે એનો અણસાર આવી ગયો છે એ આબાદ રજૂ કરે છે. એક

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *