નિરંજન ભગત ~ કોણ રતિના રાગે

🥀🥀

કોણ રતિના રાગે,
રે મન મન્મથ જેવું જાગે?

જે ભસ્મીભૂત, મૃત, રુદ્રનયનથી;
એ અવ શિશિરશયનથી
જાગે વસંતના વરણાગે!

એના શ્વાસેશ્વાસે
વાગે મલયાનિલની વાંસળીઓ,
એના હાસવિલાસે
જાગે કેસૂડાની કૈં કળીઓ;
રે વન નન્દનવન શું લાગે!

~ નિરંજન ભગત (18.5.1926 – 1.2.2018)

કવિની જન્મશતાબ્દી ઉજવાઈ રહી છે એ નિમિત્તે આપને કવિની રચનાઓ માણતા રહીશું.



3 thoughts on “નિરંજન ભગત ~ કોણ રતિના રાગે”

  1. દેવેન્દ્ર બી રાવલ

    લાજવાબ કાવ્યકૃતિ

  2. ભગત સાહેબની ઉત્તમ રચના. જન્મશતાબ્દી વર્ષે એમને વંદન.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *