નિરંજન ભગત ~ કોને કહું ? છું એકલો

🥀🥀

કોને કહું? છું એકલો!
રૂપની રંગત બધી જોઈ રહું છું એકલો!

લાલી ઉષાના ઉરથી
ઊઘડે અને લાજી રહું,
સંધ્યા તણા સિંદૂરથી
હું આંખડી આંજી રહું;
સ્નેહની આ સ્વપ્નલીલા હું લહું છું એકલો!

રુદ્રનું લેાચન દહે
કયારેક તો મધ્યાહ્નમાં,
મુગ્ધ મારું મન રહે
ત્યારે રતિના ગાનમાં;
આભ જેવા આભનો રે ભાર વહું છું એકલો!
કોને કહું છું એકલો?

~ નિરંજન ભગત (18.5.1926 – 1.2.2018)

કવિની જન્મશતાબ્દી ઉજવાઈ રહી છે એ નિમિત્તે આપણે કવિની રચનાઓ માણતા રહીશું.

3 thoughts on “નિરંજન ભગત ~ કોને કહું ? છું એકલો”

  1. લાલી ઉષાના ઉરથી
    ઊઘડે અને લાજી રહું,
    સંધ્યા તણા સિંદૂરથી
    હું આંખડી આંજી રહું;
    સ્નેહની આ સ્વપ્નલીલા હું લહું છું એકલો! Wah! enjoyed

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *