રમેશ પારેખ ~ બાકસને મારી લાત

🥀🥀

*બાપુ ધગી ગયા…*

બાકસને મારી લાત ને બાપુ ધગી ગયા
ખાલી થયું ‘કજાત
?’ને બાપુ ધગી ગયા

ભગલે વધાઈ ખાધી : અરે, ધામધૂમ છે
મુખી જમાડે નાત
ને બાપુ ધગી ગયા

નાત્યુંનાં રાંધણામાં શક્કરવાર હોય શું ?
બોલ્યા કે :
મેલ્ય વાતને બાપુ ધગી ગયા

ખખડાવી ડેલી કોઈએ (ત્યાં ડેલી હચમચી,
ભીંતો ય બેસી જાત !) ને બાપુ ધગી ગયા

ગઢમાં મુખીએ મોકલ્યો પીરસેલ એક થાળ
ભગલો કહે : નિરાંત !
ને બાપુ ધગી ગયા

ભગલો વદ્યો, કે : વાહ રે, ધન ભાગ, ધન ઘડી,
નહીં તો શું આજ ખાત
?’ ને બાપુ ધગી ગયા

આ ભૂખ (અસ્ત્રીજાત!) થી(ને અન્ય રૂબરૂ !)
થાવું પડયું મહાત ને બાપુ ધગી ગયા

આંખોમાં આવ્યો મોતિયો તે ઓછું ભાળતા,
અંદાજે ખાધો ભાત ને બાપુ ધગી ગયા

બાપુ, મીઠાઈ પેલાં સીધો ભાત ?’ એમ કહૈ :
ભગલાએ કાઢયા દાંત ને બાપુ ધગી ગયા

કીધું કે- ગોલકીના, મીઠાઈમાં શું બળ્યું ?
છેલ્લે જરાક ખાત’- ને બાપુ ધગી ગયા

‘દહીં લ્યો ને બાપુ, સામે પડી દહીંની વાટકી’
ભગલાએ રાખી ખાંત ને બાપુ ધગી ગયા

ગજર્યા કે : ‘મારી સામે પડી ? બે બદામની ?
એની તે શી વિસાત
?’ ને બાપુ ધગી ગયા

*ભગલા, કરું હું ખાતમો સામે પડેલનો,
રહેવા ન દઉં હયાત’- ને બાપુ ધગી ગયા

તલવાર જેમ હાથ ચલાવ્યો એ યુદ્ધમાં
ભગલાનો ચંચુપાત ને બાપુ ધગી ગયા

ભગલો કહે : ‘મીઠાઈમાં ઘી ચોખ્ખું હોત તો
હું પણ જરૂર ખાત
ને બાપુ ધગી ગયા

સીંચાણા જેમ ઝાપટયા થાળી ઉપર, રમેશ
એનો કહ્યો વૃત્તાંત ને બાપુ ધગી ગયા

૨૫-૧૨-૮૨/નાતાલ/શનિ

~ રમેશ પારેખ

7 thoughts on “રમેશ પારેખ ~ બાકસને મારી લાત”

  1. દેવેન્દ્ર બી રાવલ

    Vaaah… આવી કલ્પના ર. પા. ને જ આવે બાકી 🙏🙏🙏🙏

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *