ગુણવંત ઉપાધ્યાય~ નામની આગળ

🥀🥀

નામની આગળ અને પાછળ કશું ના જોઈએ,
એ બધું છે કેટલું પોકળ, કશું ના જોઈએ.

રોજ તકલાદી સમય વેંઢારવો કોને ગમે ?
તૂટવું એ કાચનું અંજળ, કશું ના જોઈએ.

જિન્દગી જુગાર મોટો, આપણું હોવું નહીં,
હારવાનું ત્યાં બને પળપળ, કશું ના જોઈએ.

અર્ધથી ઉપરાંત આંસુ ખોઈ તો બેઠા છીએ,
ખોઈ બેઠા શ્વાસ પણ ચંચળ, કશું ના જોઈએ.

એકલો બસ, એકલો ચાલ્યા કરું છું ક્યારનો,
આજ કહે છે તું કે પાછો વળ, કશું ના જોઈએ.

~ ગુણવંત ઉપાધ્યાય

વિરક્તિની ગઝલ….

પરિસ્થિતિમાં, ભાવનામાં, તમામ પ્રકારના તબક્કા જીવનમાં આવે છે અને બદલાય છે. ક્યાંય કશેય પણ કાયમી હોય તો તે એક જ ચીજ અને એ છે પરિવર્તન.  

5 thoughts on “ગુણવંત ઉપાધ્યાય~ નામની આગળ”

  1. ઉમેશ જોષી

    બન્ને ગઝલ ભાવાત્મક છે..
    કવિને વંદના.

  2. ઘનશ્યામ ઉપાધ્યાય, જસદણ

    સરસ રચનાઓ માણવા મળી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *