🥀🥀
*વડદાદાની ગૃહસ્થી*
અહો શો ફેલાયો કબીરવડ શો હુંય જટિલ !
ધરામાં ધર્બાયું મુજ બીજ ઊંડે ઉર્વરપણે
હજારો શાખામાં પ્રકટ જડથી થૈ શુભક્ષણે
ઘટા, આચ્છાદે તે નજર થકી આકાશ અખિલ.
ગયો ઊંચેઊંચે ઉરધ મહીં હું પાર્થિવ રસે,
અને નીચે નીચે ઊતરી વડવાયું ઉરધથી
ધરાની માટીમાં, કઈ અસલ, તે ઓળખ નથી;
બધી પેઢી ધીંગી પૃથક તરુ જેવી જ વિલસે,
હવે હું બેઠો છું બૃહદ પરિવારે મુજ વીંટ્યો,
નિરાંતે સૌ વચ્ચે અસલ પુરખા જેમ સુહતો;
ઘરે વાળુ વેળા, અખિલ કબીલો કલ્બલવતો !
ત્રીજી-ચોથી પેઢી તણી વિટપ-ઝાડી જૂટ-ઝીંટ્યો !
ગૃહસ્થી માણું છું અદકી, લહી પ્રાતે નીકળીઓ
ફરે નીડે પાછી ચણસહિત ચાંચે ચકલીઓ !
~ ઉશનસ
આજે ‘પરિવાર દિન’, લો માણો એક પરિવારકાવ્ય

વટવૃક્ષ જેવો જ ઉશનસ્ કાવ્યસંસાર ફેલાયેલ છે.
પ્રિય કવિની સ્મૃતિ અકબંધ છે.
વાહ, સરસ પ્રતિક કાવ્ય.