મનોજ ખંડેરિયા ~ સુંવાળા શ્વેત છળમાંથી * સ્વર * અમર ભટ્ટ

સુંવાળા શ્વેત છળમાંથી અમે નીકળી નથી શકતા
બિડાયેલા કમળમાંથી અમે નીકળી નથી શકતા

સદીઓથી શિલાલેખોના અણઉક્લ્યા છીએ અર્થો
તૂટ્યા અક્ષરની તળમાંથી અમે નીકળી નથી શકતા

નદી, સરવર કે દરિયો હો તો નીકળી પાર જઈએ પણ
સૂકી આંખોનાં જળમાંથી અમે નીકળી નથી શક
તા

સમય સાથે કદમ ક્યારેય પણ મળશે નહીં મિત્રો
વીતેલી બે’ક પળમાંથી અમે નીકળી નથી શકતા

ઊભા તૈયાર થઈને રંગમંચે ક્યારના કિંતુ,
પડ્યા પડદાની સળમાંથી અમે નીકળી નથી શકતા’

~ મનોજ ખંડેરિયા

સ્વર અને સ્વરાંકન * અમર ભટ્ટ

2 thoughts on “મનોજ ખંડેરિયા ~ સુંવાળા શ્વેત છળમાંથી * સ્વર * અમર ભટ્ટ”

  1. લલિત ત્રિવેદી

    વીતેલી બેક પલમાંથી અને નીકળી નથી શકતા… વંદન આદરણીય કવિને

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *