હરિહર જોશી ~ કોઈની વાટ નીરખતો

🥀🥀

કોઈની વાટ નીરખતો હજી હમણાં જ બેઠો છું
અધૂરું ગીત ગણગણતો હજી હમણાં જ બેઠો છું

હતાં ચોમેર મારાં બિંબ દર્પણના નગર વચ્ચે
ડરીને ભીડમાં ભળતો હજી હમણાં જ બેઠો છું

ખબરઅંતર ખરેલાં પાનનાં પૂછી: દિલાસા દઈ
ઈરાદા મોસમી કળતો હજી હમણાં જ બેઠો છું

અજાણ્યા માર્ગમાં મળશે બીજો પંથી એ આશામાં
હું રસ્તે આંખ પાથરતો હજી હમણાં જ બેઠો છું

મુઢ્ઢીભર આગિયા સાથે હતા અજવાળવા રસ્તો
તમસમાં ખુદ ઝળહળતો હજી હમણાં જ બેઠો છું

~ હરિહર જોશી (5.5.1949 – 2013)

ફોટો સૌજન્ય : રેખ્તા ગુજરાતી વેબસાઇટ

2 Responses

  1. લલિત ત્રિવેદી says:

    વાહ વાહ

  2. ખૂબ સરસ ગઝલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: