પન્નાલાલ પટેલ ~ દરિયાવ, દાબી દે

🥀🥀

દરિયાવ, દાબી દે અણિયાળી આંખો,
ઢાળી લે પોપચાંની પાંખો
જીરવી ના જાય
ઝેરીલી જીરવી ના જાય !

દરિયાવ, ઢાંકી લે છાતડિયે છેડો,
તાણી દે કાપડની કોહી
ઝાલ્યો ના જાય
જીવડો ઝાલ્યો ના જાય ! 

દરિયાવ, વે’તરી ના મેલ્ય વેણો,
આંટી દે અંબોડે ફેણો
મનખો રોળાય
મજનો મનખો રોળાય!

દરિયાવ, રેવા દે લચકાતો લે’કો
મેલી કે મોરલાની ગે’કો
કાળજાં કોરાય
કુમળાં કાળજડાં કોરાય !

~ પન્નાલાલ પટેલ

પન્નાલાલ પટેલને આપણે એક અઠંગ વાર્તાકાર તરીકે જ જાણીએ છીએ. પણ જુઓ આ એમનું ગીત….

3 thoughts on “પન્નાલાલ પટેલ ~ દરિયાવ, દાબી દે”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    ખરી વાત છે. પન્નાલાલ કવિ તરીકે પણ આદરણીય સ્થાન પર બિરાજમાન થાય એવું સરસ ગીત છે.

    1. જી. અહીં અગાઉ પણ પન્નાલાલ પટેલનું બીજું કાવ્ય મૂકેલું છે. આપ ‘શોધો’માં પન્નાલાલ નામ લખીને મેળવી શકશો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *