શબાબ કાયમી ~ એક પુસ્તક

🥀🥀 

એક પુસ્તક ખોલવું છે રકઝક વગર
એક પાનું વાંચવું છે રકઝક વગર.

આંખ આડે હાથ રાખો ઝાડની તો –
એક પાન તોડવું છે રકઝક વગર.

છું ભલે હું લાકડાની એક પૂતળી,
મનભરીને નાચવું છે રકઝક વગર.

ફૂટવાનો હોય છે આનંદ અઢળક,
બેસુમાર ફૂટવું છે રકઝક વગર.

ક્યાં સુધી પડકારની હું રાહ જોઉં?
મોકળાશે ઝઘડવું છે રકઝક વગર

ફૂલ થઇ રેતાળ આ રણની વચોવચ,
ખુશમિજાજે ખીલવું છે રકઝક વગર.

~ શબાબ કાયમી

3 thoughts on “શબાબ કાયમી ~ એક પુસ્તક”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *