પૃથ્વી આ રમ્ય છે
આંખ આ ધન્ય છે.
લીલાછમ ઘાસ પર તડકો ઢોળાય અહીં
તડકાને કેમે કરી ઝાલ્યો ઝલાય નહીં.
વ્યોમ તો ભવ્ય છે
ને પૃથ્વી આ રમ્ય છે.
આભમાં મેઘધનુષ મ્હોરતું, ફોરતું.
હવામાં રંગનાં વર્તુળો દોરતું.
કિયા ભવનું પુણ્ય છે ?!
જિંદગી ધન્ય છે, ધન્ય છે.
સમુદ્ર આ ઊછળે સાવ ઊંચે આભમાં,
કોણ જાણે શું ભર્યું છે વાદળોના ગાભમાં !
સભર આ શૂન્ય છે.
પૃથ્વી આ રમ્ય છે.
માનવીના મેળા સાથે મેળ આ મળતો રહ્યો,
ને અન્યના સંગાથમાં હું મને કળતો રહ્યો.
આ બધું અનન્ય છે.
ને કૈંક તો અગમ્ય છે.
ધન્ય ધન્ય ધન્ય છે.
પૃથ્વી મારી રમ્ય છે.
~ નરેન્દ્ર મોદી
પૃથ્વી દિને આપણા સંવેદનશીલ કવિહૃદયી વડાપ્રધાન શ્રી મોદીજીની કવિતા

વાહ હ્રદયસ્પર્શી રચના.
ખૂબ સારી રચના
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંવેદનશીલ કવિતા. વાહ.
રમ્ય પૃથ્વીનું રમ્ય સ્વરૂપ વડાપ્રધાનશ્રીની સુંદર કાવ્યમાં છલકી રહ્યુ. વાહ વાહ.