🥀🥀
સરજન કેવું કર્યું !….
અહીંથી અનંત સુધી કણકણમાં-
લીલાવિશ્વ ભર્યું….
બ્રહ્માંડોના બ્રહ્માંડોમાં રેલાવ્યું અજવાળું,
અજવાળાની આરપાર પ્રસર્યું અંકાશ રૂપાળું-
પાર ન પામ્યું કોઈ આ બધું કેમ કરી અવતર્યું !
સરજન કેવું કર્યું !
એક એક આ પિંડે મૂકી એ જ બ્રહ્મની છાયા,
મનમાં મૂક્યું એ જ અકળ વિસ્મય ને એની માયા-
પાર ન પામ્યું કોઈ આ બધું કેમ કરી ઉતર્યું !
સરજન કેવું કર્યું !
અહીંથી અનંત સુધી કણકણમાં
લીલાવિશ્વ ભર્યું !
~ માધવ રામાનુજ
🥀🥀
બન્ને રચના સંવેદનશીલ..
કવિને જન્મ દિવસની શુભેચ્છા.
જીવનની જંજાળમાંથી છૂટવાની મથામણ કવિને છે. બંને રચના માં કવિની આંતરિક યાત્રાની વાત સુપેરે રજુ થઈ છે.
કવિ શ્રી ને વંદન.