કિરીટ ગોસ્વામી ~ કી-બૉર્ડ પર ચકલી નાચે!

🥀 🥀

*કી-બૉર્ડ પર ચકલી નાચે!*
                     
કલબલ કાબરબાઇનો મેસેજ વાંચે;
ચીં..ચીં.. કી-બોર્ડ પર ચકલી નાચે !

હરખે કાબરબાઇ ઑનલાઇન થાય;
ચકલી, મેસેજમાં મોકલે -‘ હાય..!’

વાતો સમાય પછી કયાંથી ચાંચે?
ચીં..ચીં.. કી-બૉર્ડ પર ચકલી નાચે!

ચકલી અપલોડ કરે સેલ્ફી બે-ચાર;
કાબરબાઇ ઝટ લાઇક આપવા તૈયાર!

વિડિયો કૉલિંગમાં, લાગે મળતાં સાચ્ચે!
ચીં..ચીં.. કી-બૉર્ડ પર ચકલી નાચે!

~ કિરીટ ગોસ્વામી

2 thoughts on “કિરીટ ગોસ્વામી ~ કી-બૉર્ડ પર ચકલી નાચે!”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *