ધીમહિ જે. ત્રિવેદી ~ અમે રે…

🥀🥀
અમે રે અરણિના સૂકા લાકડાં, તમે રે રહેતા શા અંતરિયાળ
બહારનું ખરબચડું અમને અંગ હો, તમ્મારી માંહી વ્યાપી જાળ
આધારે એકબીજા આપણે….
અમે રે દેખાતાં કાળા વાદળાં, તમે છો માંહ્યલું જીવન
મહીં રે મહેરામણ જાણે ઊમટે, સૂકું જગતનું છે વન્ન
એક જ – કો’ જુદા કહે – આપણે….
અમે રે શ્રીફળ શો ધાર્યો દેહને, દેખાવે અંગ છે કઠ્ઠણ
જડ શા માન્યા રે અમને કોઈએ, મીઠું જળ માંહી, તમે પણ !
જીવ્યા આદિથી આમ જ આપણે !
~ ધીમહિ જે. ત્રિવેદી
પી. એચ. ડી. છાત્રા સરદાર પટેલ યુનિવર્સિટી, આણંદ
વાહ ખુબ સરસ રચના અભિનંદન
આ રચના વાંચીને. ‘અમે રે સુકું રૂનું પૂમડું ‘- શ્રી મકરંદભાઈની રચના યાદ આવી ગઈ.સરસ કાવ્ય નીપજ્યું છે. અભિનંદન.
સરસ ગીત
વાહ, ધીમહિની સુંદર રચના.