હરીશ પંડ્યા ~ગાંઠ જૂની

🥀🥀   

ગાંઠ જૂની આજ છોડી દે હવે,
બંધ કિલ્લો આજ તોડી દે હવે.

બિંબ સાચું એક જેમાં ના મળે,
દર્પણોને આજ ફોડી દે હવે.

સર થશે પર્વત સમો આ માનવી,
લાગણીનો ધ્વજ ખોડી દે હવે.

પ્રેમનું સંગીત ગુંજી તો રહે,
બે હૃદયના તાર જોડી દે હવે.

જિંદગીની પાથરી ચોપાટ છે,
હાથમાં એનાય કોડી દે હવે.

~ હરીશ પંડ્યા

5 thoughts on “હરીશ પંડ્યા ~ગાંઠ જૂની”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *