મનોહર ત્રિવેદી ~ ચકલી રે ચકલી

🥀🥀

ચકલી રે ચકલી
કરે મારા આંગણામાં ચીં-ચીંની એ ઢગલી…

આમ જાય તેમ જાય
કૂંડાના પાણીમાં ન્હાય
વ્હાલી વ્હાલી લાગે જાણે હોય મારી સગલી…
કરે મારા આંગણામાં ચીં-ચીંની એ ઢગલી…

ઘડી ઊંચી ડાળખીમાં
પાંદડાંની પાલખીમાં
નીરખે ને ગાઈ ઊઠે કાબરબેના નકલી…
કરે મારા આંગણામાં ચીં-ચીંની એ ઢગલી…

આવ કરું હાલાંવ્હાલાં
ગીત ગાઉં કાલાંકાલાં
ભરજે તું ધીમેધીમે અહીં પા-પા પગલી…
કરે મારા આંગણામાં ચીં-ચીંની એ ઢગલી…

~ મનોહર ત્રિવેદી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *