શિલ્પીન થાનકી ~ પરાપૂર્વથી એક ઘેંટું

🥀🥀

પરાપૂર્વથી એક ઘેટું ઘટે છે
ગણી જો, હજી એક ઘેટું ઘટે છે 

વિચારી-વિચારી થયા વૃદ્ધ લોકો
વિચાર્યું કદીઃ એક ઘેટું ઘટે છે?

ઝળેળાટ સૂરજ, સુગંધી પવન છે
વહે છે નદી, એક ઘેટું ઘટે છે 

ન વારણ-નિવારણ, ન કારણ-પ્રયોજન
ખુલાસો નથી, એક ઘેટું ઘટે છે   

~  શિલ્પીન થાનકી

ઘેંટું ઘટે છે રદીફથી કવિ શું કહેવા માંગે છે ?

અનેક અર્થ નીકળી શકે.

મૂળે તો ઘેંટું બિચારું વિચાર્યા વગર સમૂહમાં ચાલવા વગોવાયેલું છે. અલબત્ત હમણાં ક્યાંક વાંચ્યું કે જો ઘેંટાના બચ્ચાને બાળપણથી એકલા ચાલવાની તાલીમ આપવામાં આવે તો એ સમૂહમાં દોરવાશે નહીં. 

અહીં એવું સમજાય છે કે દરેક સમૂહને વધુ ને વધુ ઘેંટાની જરૂર હોય છે જે કશુંય વિચાર્યા વગર બસ દોરવાયા કરે.. સંપ્રદાયો, સંસ્થાઓ, નેતાઓ…. અને મોટાભાગે સમાજ એ જાતનો જ બનેલો નથી?

3 thoughts on “શિલ્પીન થાનકી ~ પરાપૂર્વથી એક ઘેંટું”

  1. હુ કહે છે: ‘મંદિરે ઈશ્વર નથી’,
    હું કહું છું: ‘ત્યાં ફ્ક્ત પથ્થર નથી’.
    સુંદર રચના છે 👌👌🙏

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *