નિનાદ અધ્યારુ ~ મમ્મી

🥀🥀

*બાળપણમાં*

મમ્મી
ગરમાગરમ રોટલી પીરસતી
ત્યારે રોટલી ખાતા પહેલાં
રોટલીની ભાતમાં હું ચહેરા શોધતો..

કોઇ હસતા ડાગળા જેવો તો
કોઇ વળી અસ્સલ મમ્મી જેવો !!
હું મમ્મીને તરત બતાવતો અને કહેતો,
જો મમ્મી આ રોટલીનું મોઢું
તારા જેવું લાગે છે…!!

મમ્મી પણ હસીને કહેતી કે હા હોં ભાઈ,
હવે તું મમ્મીને ખાઈ જા !!

હવે –
મમ્મી વૃદ્ધ થઈ…
હવે મમ્મીનાં ચહેરાની ભાતમાં
હું શોધ્યાં કરું છું
એક રોટલી.

~ નિનાદ અધ્યારુ

અહીં રોટલી શબ્દની કેટલી અર્થછાયાઓ ઉપસે છે ! માના હાથની રોટલીથી ખાલી પેટ જ નહીં, મન પણ ભરાય. એક સંતોષનો ઓડકાર મળે. વૃદ્ધ માતા કદાચ હવે રોટલી બનાવીને ન પીરસે પણ એના ચહેરાને જોતાં મન ભરાય…. વાહ કવિ !

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *