
🥀🥀
વાત સુધરી શકે, વાત જો થાય તો
આટલી વાત બંનેને સમજાય તો!
આપ સીધા જ રસ્તે જતા હો અને
માર્ગ સામે ચડી જાતે ફંટાય તો?
એ જ ડરથી અરીસો એ જોતા નથી
સામે છેડેથી આરોપી ઝડપાય તો!
પ્રેમમાં ઊંડા ઊતરો પછી ભય રહે
હો ગળાડૂબ ને શ્વાસ રૂંધાય તો ?
આ ક્ષણોની રમત ત્યાગવી નહિ પડે,
સાત કોઠા સમો કાળ ભેદાય તો!
~ શબનમ ખોજા
મત્લાના શેરમાં ‘વાત’ શબ્દ ત્રણ વાર વાપરીને કવયિત્રીએ એક સહજ વાતને ધારદાર બનાવી દીધી છે. મોટાભાગની માથાકૂટ, કલેશ ગેરસમજને કારણે થતાં હોય છે છતાં સાથે બેસી સ્પષ્ટતા કરવાનું કોઈને સૂઝતું નથી અને ક્લેશની કડીઓ વધતી જાય છે. શેર અસરકારક બન્યો છે. ત્રીજા શેરમાં જૂની વાત જરાક જુદી રીતે કહેવાઈ છે. પ્રેમમાં છબછબીયા કરનારને છબછબીયા કરવા જેટલું સુખ મળી શકે બાકી ગળાડૂબ ગયા પછી સુખના શ્વાસ ઓછા હોય છે. અનુભવી કબુલ કરશે. ‘ક્ષણ’ એ કવિઓનો પ્રિય શબ્દ પ્રિય વિષય છે.

👏👏👏👏👌👌👌
Thank you
મને ગમતી ગઝલકારો પૈકીને એક કલમ એટલે શબનમજી.
અભિનંદન, શુભકામનાઓ. 🌹
આપનો ખૂબ આભાર 🙏
કવયિત્રી શબનમ નવી તાજગીભરી ગઝલ લઈને આવી રહ્યાં. અભિનંદન.
ખૂબ ખૂબ આભાર 🙏
Sharp Touching 😊
Thank you so much
કૂંપળ ફૂંટુ ફૂંટુ થાતી જોઈને,
પીળા પાને વાર ન કીધી ખરવામાં. બધી રચનાઓ સરસ છે.