રા. વિ. પાઠક ‘શેષ’ ~ હજીયે ન જાગે * સ્વર અમર ભટ્ટ

🥀🥀

હજીયે જાગે મારો આતમરામ!
મારો આતમરામ!

સમુંદર ઘૂઘવે છે દૂર, વાયુ સૂસવે ગાંડોતૂર,
સમજું ભરતી કે તે આવે છે તુફાન!
તે આવે છે તુફાન!
હજીયે જાગે મારો આતમરામ!
મારો આતમરામ!

સઢ સંધા ફડફડે, દોર ધિંગા કડકડે;
હાજર સૌ ટંડેલ એક સૂનાં છે સુકાન!
મારાં સૂનાં છે સુકાન!
હજીયે જાગે મારો આતમરામ!
મારો આતમરામ!

વહાણ રાખું નાગરેલું, વેપાર શી રીતે ખેડું?
સવાયા થાશે કે જાશે મૂળગાય દામ!
હજીયે જાગે મારો આતમરામ!
મારો આતમરામ!

હવે તો થાય છે મોડું વીનવું હું પાયે પડું,
મારે તો થવા બેઠો છે ફેરો નકામ!
મારો ફેરો નકામ!
જાગોજી જાગોજી મારા આતમરામ!
વ્હાલા આતમરામ!

~ રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’ (8.4.1887 – 21.8.1955)

હજીયે ન જાગે મારો આતમરામ * રા. વિ. પાઠક ‘શેષ’ * સ્વર અમર ભટ્ટ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *