🥀🥀
એક મોઘમ ઈશારો આવ્યો છે!
રાખમાંથી તિખારો આવ્યો છે!
ફેંક દરિયામાં વેર, ઈર્ષા, અહમ,
અગસ્ત્ય જેવો પીનારો આવ્યો છે.
હલેસાં મારવાનું છોડ હવે, જો,
આ સામે કિનારો આવ્યો છે.
કંઇક ઘટનાથી લોથપોથ થઇ,
સમય કેવો બિચારો આવ્યો છે!
~ ગોવિંદ ગઢવી ‘સ્મિત’
🥀🥀
કોઈ મારી આંખમાં તરતું હશે
કોઈ મારા શબ્દમાં રમતું હશે
હું અમસ્તો સ્વપ્નથી ઘેરાઉં ના
કોઈ નક્કી જાગરણ કરતું હશે.
~ ગોવિંદ ગઢવી

આદરણીય કવિને વંદન