ખલીલ ધનતેજવી ~ કાચના મહેલોમાં

🥀🥀

કાચના મહેલોમાં કાગારોળ છે,
પથ્થરોની આંખ પણ તરબોળ છે.

કલ્પના સુંદર હતી, રૂડી હતી,
વાસ્તવિકતા કેટલી બેડોળ છે!

રાત દિ’ ચાલું છું ત્યાંનો ત્યાં જ છું,
મારું જીવન જાણે કે ચકડોળ છે!

મારા દિલમાં જીવતી ચિનગારીઓ,
એની આંખોમાં નર્યો વંટોળ છે.

કોણ એનું રૂપ બદલે, શી મજાલ?
આ તો મારા ગામની ભૂગોળ છે.

ઘાણીએ ફરતો બળદ અટકી જશે,
એને ના કહેશો કે પૃથ્વી ગોળ છે.

~ ખલીલ ધનતેજવી

3 thoughts on “ખલીલ ધનતેજવી ~ કાચના મહેલોમાં”

  1. અદ્ભુત રચનાઓ ખલીલભાઈ કાયમ યાદ રહેશે 🙏

  2. ખલીવ સાહેબનો અંદાજ જ નિરાળો. સ્વમુખે સાંભળવા એ મોટો લહાવો. એક એટ શેર પર તાળીઓ પડે જ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *