🥀🥀
Put out my eyes, and I can see you still;
slam my ears to, and I can hear you yet;
and without any feet can go to you;
and tongueless, I can conjure you at will.
Break off my arms, I shall take hold of you
and grasp you with my heart as with a hand;
arrest my heart, my brain will beat as true;
and if you set this brain of mine afire,
upon my blood I then will carry you.
~ Rainer Maria Rilke (1975 – 1926)
(Translation from German: Babette Deutsch)
🥀🥀
ઠારી દે તું દીપ નયનના, તવ દર્શનને કાજ
મને એ કાચ નથી કઈ ખપના.
કર્ણપટલ તોડી દે તોપણ રહું સાંભળી સૂર;
ચરણ વિના પણ નહિ લાગે
તવ ધામ મને બહુ દૂર.
છીનવી લે વાચા તદપિ
સ્વર વહેશે મુક્ત સ્તવનના.
બાહુ વિના પણ હ્રદય-બાહુથી
આલિંગન રહું આપી,
હ્રદય પડે પરવશ, તો મન
ધબકાર દિયે આલાપી;
મન પે આગ લગાડો તો પણ
વહું વહેણે નસનસનાં.’
~ મૂળ કવિ: રેઈનર મારિયા રિલ્કે
~ ગુજરાતી અનુવાદઃ હરીન્દ્ર દવે
~ સૌજન્ય : અમર ભટ્ટ
ખૂબ સરસ અનુવાદને કારણે રચના વધુ ઉઘડી છે.