🥀🥀
*ભાવગીત*
જે છે ગાવા તે ગીત રહી જાય છે,
મારો સમય ધીરેધીરે સરી જાય છે.
હું આ મેળે આવીને મ્હાલ્યો,
તોય લાગે હજુ કશુંક ખોવાય છે.
જ્યારે વરસતો મેઘ મન મૂકીને,
મારી ગાગર કાં ખાલી રહી જાય છે?
મારે ફરિયાદો નથી કોઈ જગની,
પણ કરવાનું ઘણું રહી જાય છે.
સાંજ વેળા આવીને સૂરજ આથમ્યો,
ધીમે અંધારું આવતું જણાય છે.
~ ડો.મુનિભાઈ મહેતા