પ્રાર્થના જહા ~ દરિયો વત્તા (કાવ્યસંગ્રહ)

🥀🥀

‘કાવ્યવિશ્વ’માં સ્વાગત છે

દરિયો વત્તા * પ્રાર્થના જહા * નવભારત 2025

પ્રાર્થના કવિ શ્રી ભાગ્યેશ જહાની દીકરી. શબ્દોનું સૌંદર્ય એની નસોમાં પરોવાયેલું. એ કવિતા ન લખે તો જ નવાઈ ! એટલે જ ભાગ્યેશ જહા લખે છે, ‘પંખીને પાંખ આવે એવી રીતે બધું સહજ બનતું રહ્યું. નાનકડા જગતમાંથી એનો શબ્દ ઊડયો, ઘડાયો અને ફેલાયો….. પ્રાર્થનાની કવિતા કોઈ પ્રાચીન જંગલની યાત્રા નથી, તાજાં ફૂલોથી લથબથ ઉપવનનો વિહાર છે.”

થોડાંક ઉદાહરણો જોઈએ.

ડામર જેવી લાગણીઓ પણ ચોંટી નહીં આ વાણીમાં
સપનાંઓની રાત ડૂબી ગઈ આખેઆખી પાણીમાં. 

**

સ્ત્રી હોવાનું એક જ સુખ છે જાણી લેજો / દુનિયા આખી વિરોધ પક્ષે માણી લેજો.

**

તરસ પણ બની છું કિનારે કિનારે / હું દરિયાની પાંખે સરી નીકળી છું.

અને આ પણ જુઓ

હું જ ક્રંદિત આર્દ્ર સ્વરમાં / હું જ વંદિત સાત સ્વરમાં / હું યુગોથી દૃશ્યપટ પર / હું નિરંતર હું ચિરંતન / ઇતિહાસ લઈ / ઇતિહાસ થઈ ઊભો છું / હું દરિયો છું.  

ભાગ્યેશ જહા લખે છે, “ગ્લોબલ અને લોકલ ભેગા થઈને એક ‘ગ્લોકલ’ સંવેદન અને ભાષા સર્જે છે તે પ્રાર્થનાના આ સંગ્રહમાં સુપેરે સંભળાય છે.”

પ્રાર્થનાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ….

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *